સામાજિક રીતે લગ્ન થયા બાદ લગ્નનું પ્રમાણપત્ર ( મેરેજ સર્ટીફીકેટ ) કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો અને દસ્તાવેજ એકઠાં થયા બાદ લગ્ન નોંધણી કેવી રીતે કરાવવી તેની માટેની પ્રોસેસ
મેરેજ સર્ટીફીકેટ ( લગ્નનું પ્રમાણપત્ર) મેળવવા સૌ પ્રથમ નીચે આપેલ જરૂરી દસ્તાવેજોની પ્રમાણીત નકલો જરૂરી છે.
લગ્ન નોંધણી અધિનિયમ મુજબ છોકરાની ઓછામાં ઓછી ૨૧ વર્ષની આયુ તેમજ છોકરીની ઓછામાં ઓછી ૧૮ વર્ષની આયુ ( ઉંમર ) હોવી ફરજીયાત છે.
જો ઉપર જણાવેલી ઉંમર થી ઓછી વર્ષ ની ઉંમર હશે તો લગ્ન
નોંધણી થઈ શકશે નહીં.
કન્યાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ્ની નકલ
વર કન્યાના આધાર કાર્ડ
વર કન્યાના ચૂંટણી કાર્ડ
વર તથા કન્યાના બંનેનાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા લગ્ન વખતના વર ક્ન્યાના સંયુક્ત ફોટા - ૨ ( ફૂલની હારમાળા વર ક્ન્યાને પહેરાવતો ફોટો હોય તો વધુ સારું)
લગ્ન વિધિ કરનાર ગોર મારાજના આધાર કાર્ડ ની નકલ અને એમનો પાસપોર્ટ સાઈજનો ફોટો
લગ્ન વખતે હાજર કોઈ પણ બે ( ૨ ) સાક્ષી - બન્ને સાક્ષીઓના આધાર કાર્ડની નકલ અને બન્ને સાક્ષીઓના પાસપોર્ટ સાઈજ ના ફોટા
વર કન્યાના માતા પિતા ની આધાર કાર્ડની નકલ નકલ
લગ્નની કંકોત્રી ઓરીજનલ
જો છૂટાછેડા કરેલ હોય અને પુનઃ લગ્ન કરતા હોય તો છૂટાછેડાનો આધાર પૂરાવો જજ સાહેબનું હુકમનામું. [ આ પુરાવો માત્ર છૂટાછેડા થયેલ હોય એમને જોડવાનો રહેશે ]
વિધવા કે વિધુર હોય તો તેનો આધાર
વર કન્યાનું સંયુક્ત નોટરી વાળું સોગંદનામું
ગોર મારાજનું નોટરીવાળું સોગંદનામું
બન્ને સાક્ષીઓના સોગંદનામું
ફોર્મ નંબર ૫ અને ફોર્મ નંબર ૧ (ઓનલાઇન ફોર્મ ઉપલબ્ધ છે.)
લગ્ન નોંધણી (Marriage Certificate) માટેનું ફોર્મ
ફોર્મ ઉપર 200 + 200 રૂ/- ની બે એગ્રિમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. ૩ ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે.
લગ્ન નોંધણી માટેના રજીસ્ટ્રાર
ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી
નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.
- કેલ્વિન પરમાર